ગૌમાતાની સેવા એ માત્ર ધાર્મિક કાર્ય નથી, પરંતુ તે એક પવિત્ર કર્તવ્ય છે. ગૌમાતાને અન્ન, પાણી અને આશ્રય આપીને આપણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ મજબૂત કરીએ છીએ.


કામધેનું ગૌમાતા હિંદુ સંસ્કૃતિમાં એક દૈવી ગાય છે. જે વિપુળતા અને સમૃધ્ધિનું પ્રતિક છે તે શાસ્ત્રોમાં સુરભીના નામથી પણ ઓળખાય છે, જે સૌની મનોકામના પૂર્ણ કરે છે. કામધેનું ગાયના જન્મ વિષે વિવિધ કથાઓ લખાયેલી છે, કથા અનુસાર તેનો જન્મ સમુદ્રમંથનમાંથી થયો છે. કામધેનું ગૌમાતાના દર્શન માત્રથી કષ્ટોનું નિવારણ થાય છે.
હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે કામધેનું ગાયના ચાર પગને ચાર વેદોના પ્રતિક સમાન ગણવામાં આવે છે. જે હિમાલયનું પ્રતિનિધીત્વ કરે છે. કામધેનું ગૌમાતાની આંખોમાં સુર્ય અને ચંદ્રનો વાસ છે. ખભા પર અગ્નિ, વાયુ અને પવન દેવનો વાસ છે. શીંગમા પવિત્ર ત્રિમુર્તિ, ચેહરા પર ભગવાન શિવનો વાસ છે. એવા વાસ્તવિક શ્રી કામધેનું ગૌમાતા શ્રી સર્વેશ્વર ગૌધામમાં આનંદમય બિરાજે છે. તે સોનેરી વાળ અને ભવ્ય શિંગવાળી એક સુંદર ગૌમાતા છે.
શ્રી કામધેનું ગૌમાતા ભગવાન શ્રી રાધાસર્વેશ્વર ની બાજુમા સ્થિત છે તેથી અહિંયા કામધેનું ગૌમતાની હાજરી ગૌશાળાના અધ્યાત્મિક મહત્વ વધારે છે. દરરોજ અસંખ્ય દર્શનાર્થીઓ આ ગૌશાળામાં કામધેનુંની પ્રાર્થના અને આશિર્વાદ લેવા આવે છે. તે સુંદર દ્રશ્ય છે. તેની ભકિતમાં એકતા, પ્રાર્થના અને કૃતજ્ઞતા વ્યકત કરે છે.



આદરણીય પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ માત્ર આદ્યાત્મિક સંત નથી તે આ ગૌશાળા માટે આશાનું કિરણ છે. પૂજય બાપુએ પોતાનું જીવન શ્રી કૃષ્ણ પ્રિય ગાયોની સેવામાં સમર્પિત કર્યુ છે. તે સમગ્ર ગુજરાતમાં ભકતોને રામકથા અને ભાગવત કથાનું રસપાન કરાવવા પોતાનો સમય સમર્પિત કરે છે અને આ કથાઓ દ્વારા અસંખ્ય ભકતોને નિઃશુલ્ક આદ્યાત્મિક જ્ઞાન આપે છે. તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરે છે અને ગાય પ્રત્યે પ્રેમ અને કરૂણાનો સંદશ ફેલાવે છે. તેમની કથા માત્ર માહિતીપ્રદ નથી પણ ગૌશાળા માટે ભંડોળ એકત્ર કરવાનું એક માધ્યમ પણ છે. ખરેખર સુંદર વાત એ છે કે આ કથાઓ દરમ્યાન મળેલ તમામ દાન શ્રી સર્વેશ્વર ગૌધામની ગૌવંશની જાળવણી અને કલ્યાણ માટે વપરાય છે. તે એક મહાન હેતુ પ્રત્યે નિઃસ્વાર્થતા અને સમર્પણનું સાચુ ઉદાહરણ છે.
તેમના ઉપદેશો કથા સત્રો દ્વારા પૂજય બાપુ આપણા રોજીંદા જીવનમાં કરૂણાના મહત્વ પર ભાર મુકે છે તે સમાજને પાછુ આપવા અને જેઓ પોતાના માટે બોલી શકતા નથી તેમની કાળજી લેવાની પ્રેરણા આપે છે. આ કથાઓમાં ભાગ લઈને તમે માત્ર આદ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી રહયા નથી પણ એક ઉમદા કાર્યમા પણ યોગદાન આપી રહયા છો.
આદરણીય પ. પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ દ્વારા ચલાવવામાં આવતી એક નોંધપાત્ર પહેલ જેમાં આપણે બધા બાપુના નિઃસ્વાર્થ કાર્યોમાંથી પ્રેરણા લઈને ગૌવંશ માટે પ્રેમ, આદર અને કાળજીના મુલ્યોને જાળવીએ.
